“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” – PMGKAY – 2023-24
“રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” (NFSA) હેઠળ સમાવિષ્ટ રાજ્યના ૧ લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની ૩.૪૮ કરોડ જનસંખ્યાને
“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ એપ્રિલ-૨૦૨૩ માસનું વિનામૂલ્યે અનાજ (ઘઉં, ચોખા અને બાજરી)નું વિતરણ તથા રાજ્ય સરકારની તુવેરદાળ, ચણા, ખાંડ તથા મીઠાના રાહત દરના વિતરણ સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી
એપ્રિલ-૨૦૨૩ માસનું વિતરણ તાઃ ૦૧/૦૪/૨૦૨૩ થી તાઃ ૩૦/૦૪/૨૦૨૩ સુધી ચાલુ રહેશે
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણની વિગત.
એપ્રિલ-૨૦૨૩ માસમાં વિનામૂલ્યે મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત ઉપરના કોષ્ટકમાં
અગત્યની સુચના
“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ જાન્યુઆરી-૨૦૨૩ થી ડિસેમ્બર-૨૦૨૩ સુધી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળના તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ચોખા)નું વિતરણ અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું (તુવેદાળ, ચણા, ખાંડ, મીઠું) રાહત દરે વિતરણ એમ આ તે વિતરણ અલગ-અલગ હોવાથી, બંને વિતરણનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ બે વખત પોતાની અંગુઠો આપીને આધાર બેજડ ઓળખ પ્રસ્થાપિત કરીને રિસીપ્ટ મેળવવાની રહેશે.
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એપ્રિલ-૨૦૨૩ માસમાં લાભાર્થીઓને રાહત દરે મળવાપાત્ર અન્ય આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની વિગત નીચે મુજબ છે
લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઈન નં.૧૮૦૦-૨૩૩-૫૫૦૦, ૧૪૪૪૫ તેમજ “My Ration”. મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકશે.
અગત્યની લીંકો:-